GUJARATI STATUS

30+ લાગણી સુવિચાર

મિત્રો આ ‘લાગણી સુવિચાર’ પોસ્ટમાં તમને જીવનમાં કેટલાક ઉપયોગી એવા લાગણી વિશે ના સુવિચાર વિશે જાણવા મળશે. આ સુવિચારો ને તમે તમારા સ્નેહીજનો તથા મિત્રો સાથે શેર કરી શકો છો.

જીવનમાં ઉપયોગી થાય તેવા લાગણી સુવિચાર

લાગણી સુવિચાર
 • સાલું લાગણી પણ સમજદાર થઈ ગઈ છે રંગ, રૂપ અને રોકડા જોઈને આગળ વધે છે.
 • માણસ ભલે દુઃખમાં લાગણીની વાતો કરતો હોય પણ સુખમાં બુદ્ધિની વાતો કરતો થઈ જાય છે !!
 • એકાદ સ્ટેથોસ્કોપ એવું પણ હોવું જોઈએ, જેમાં લાગણીઓની વેદના સંભળાતી હોય.
 • જ્યાં મીઠો આવકાર હોય ત્યાં જવું પછી ભલે ને ત્યાં ચાંદીના ચમચા અને સોનાની થાળીમાં પીરસાતું હોય.
 • માણસ ગમે તેટલો સમજદાર હોય , પણ જો તમારી લાગણી ના સમજે તો એવી સમજદારીનો કોઈ મતલબ નથી !
 • અનુવાદ ભાષાનો કરી શકાય છે લાગણીઓનો નહીં, લાગણીઓને તો સમજવી પડે છે સાહેબ.
લાગણી સુવિચાર
 • દુનિયા નો કોઈ પણ સબંધ હોય માત્ર ને માત્ર બે વસ્તુ પર ટકેલો હોય છે, એક છે ‘વિશ્વાસ’ અને બીજું છે ‘લાગણી’.
 • એક સમાન ભાષા બોલનારાઓ નહી પરંતુ એક સમાન લાગણી ધરાવતા લોકો, એક બીજાને સમજી શકે છે.
 • પરિસ્થિતિ બદલવી જ્યારે શક્ય હોય ત્યારે મનની સ્થિતિ બદલજો સાહેબ, આપોઆપ બધું બદલાઈ જશે.
 • પહેલાના લોકો લોટ જેવા હતા, લાગણીનું પાણી નાખીએ તો ભેગા થઈને બંધાઈ જતા હતા. અને આજના સમયમાં લોકો રેતી જેવા થઈ ગયા છે, ગમે એટલું લાગણીનું પાણી નાખો તો પણ છુટાને છુટા.
  લાગણી સુવિચાર
 • કંઇક આવો છે અમારો ‘સંબંધ’.
  પ્રેમ ઘણો છે પણ કહેવાની મનાઈ છે.
  લાગણી ઘણી છે પણ વ્યક્ત કરવાની મનાઈ છે.
 • નદીમાં નિર્મળતા ન હોય તો તે નદીની કિંમત શું ? ફળમાં મધુરતા ન હોય તો તે ફળની કિંમત શું ? ફુલમાં સુંગધ ન હોય તો તે ફૂલની કિંમત શું ? જીવનમાં લાગણી, સહનશીલતા અને ધીરજ ન હોય તો તે જીવનની કિંમત શું ?
લાગણી સુવિચાર
 • કોઈ તમને યાદ કરીને દિવસની બે મિનિટ તમારા માટે કાઢે છે તો તેની કદર કરજો. કેમકે મેસેજ તો એક બહાનું છે દોસ્તી અને લાગણીઓ આગળ આખું જગત નાનું છે.
 • જેની લાગણી મળી છે એને પામી લેજો.
  જીંદગી મા થોડુ જતૂ કરીને હસતા શિખી લેજો.
  મળશે દુનીયા મા કેટલાય અપરીચીતે લોકો,
  પણ જે તમારા બની જાય એમને સાચવી લેજો.
  લાગણી સુવિચાર
 • જીવન હંમેશા ‘અહમ’ અને ‘લાગણી’ વચ્ચે રહેલુ છે. તફાવત ફકત એટલો છે કે ‘લાગણી’ કહે છે,
  ચાલો ને હું માફી માગું, પરંતુ ‘અહમ’ કહે છે તેમને કહો કે તે માફી માગે.
 • લાગણીઓનો ભાર કેવો હોય એ કાનુડા ને પૂછજો . જેણે ટચલી આંગળી પર આખો ગોવર્ધન પર્વત ઊંચક્યો, પણ સંબંધ અને લાગણીના ભાર થી એના પણ ખભા ઝૂકી ગયા હતા.

Also Read: Skateboard Captions For Instagram

લાગણી સુવિચાર

લાગણી સુવિચાર
 • જીવનમાં જ્યાં તમારી કદર હોય ત્યાં લાગણી વરસાવો ,બાકી વેરાન રણમાં વરસાદની કોઈ કિંમત નથી હોતી.
 • ઘરની બાંધણી ભલે ભવ્ય હોય પણ તે ઘરના સભ્યોની લાગણી જો શૂન્ય હોય તો ઘરના પગથિયાં ગણવાનો કોઇ અર્થ નથી.
 • ઓછાયા રહ્યા છે હવે ઓછા ને જીવતર રહ્યું લાબુ કડકડતી ટાઢ માં લાગણી નું જરા કરી લઉં હું તાપણું.
 • દરેક સંબંધ તમને કહેશે કે હું તારી લાગણી ને સમજી શકું છુ પણ એક સાચો સંબંધ કહે છે કે હું તારી લાગણીઓ ને અનુભવું છુ.
 • સારા માં સારી સુવિચારું પણ જો મોબાઈલ માંથી રોજ ડીલીટ કરવા પડે તો ઘવાયેલી લાગણીઓ શું કામ પકડી રાખવી જોઈએ? છોડવી જ પડે.
  લાગણી સુવિચાર
લાગણી સુવિચાર
 • વિશ્વાસ એવી વ્યક્તિ પર ના કરશો જેની લાગણી સમય સાથે બદલાય,પણ વિશ્વાસ એવી વ્યક્તિ પર કરો કે સમય બદલાય પણ તેની લાગણી ના બદલાય.
 • લાગણી છલકાય જેની વાતમાં
  એક બે જણ હોય એવા લાખમાં
  શબ્દ સમજે એ સગાં
  મન સમજે એ મિત્ર.
 • ઓળખાણ ક્યાં હતી આપણી કોઈની
  આતો કુદરત ની ભલામણ છે
  વગર સરનામે લાગણી ના તાંતણે
  સૌ બંધાતા ગયા.
  હાથ ભલે ખાલી રાખજે ભગવાન,
  પણ મારુ દિલ મારા સ્નેહીજનો માટે
  છલોછલ ભરેલુ રાખજે,
  મારી નજીક કોઇ ના આવેતો કોઈ નહી,
  પણ મારા નજદીક આવેલુ કોઇ
  મારાથી દૂર ન જાય એવો સબંધ કાયમ રાખજે.

લાગણી સુવિચાર

લાગણી સુવિચાર
 • જીંદગી તુ મને મળી છે,
  લાવ તને માણી લઉ ,
  પ્રેમ અને લાગણીથી તને શણગારી લઉ,
  અહમ્ અને ગુસ્સા ને ખંખેરી લઉ,
  સૌના દિલમાં રહી,લોકો યાદ કરે,
  એવુ હું જીવી લઉ.
 • હે ઈશ્વર બધું આપજે પણ લાગણીશીલ સ્વભાવ ક્યારેય આપજે,થાકી જવાય છે પોતાને સમજાવી સમજાવીને.
 • જ્યારે બધી બાજુ થી મન હતાશા થી ભરાઈ ગયુ હોય  ત્યારે કોઈ ના તરફ થી મળતું લાગણી નું એક ટીંપુ પણ તેના તરફ ખેંચી જાય છે.

આશા કરું છું કે અમારી આ લાગણી સુવિચાર પોસ્ટ વાંચીને આનંદ મળ્યો હશે. જો આ પોસ્ટ તમને સારી લાગી હોય તો facebook અને whatsapp માં મિત્રો તથા કુટુંબીજનો સાથે શેર કરજો.

આ પણ જુઓ : 50 Best Good morning quotes in gujarati with suvichar,shayari & sms
75+ GUJARATI QUOTES ON LIFE | જીવનના સારા સુવિચાર
51+ GUJARATI QUOTES ON TRUST
Case Study of ZERODHA

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *