GUJARATI

51 Best Shayari on gujarat | Quotes,Poem

શુભ પ્રભાત મિત્રો,
અમારી આ પોસ્ટમાં તમને Shayari on gujarat state,Quotes on gujarat,Quotes on gujarati culture,Poem on gujarat,Jai jai garavi gujarat,gujarati shayari મળશે.

Quotes on gujarat

Shayari on gujarat
 • જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. -કવિ ખબરદાર
 • ગુજરાત એ મારું વતન છે. કૃષ્ણ, ગાંધી, સરદારની ધરતીમાં તમારું સ્વાગત છે.
 • મુકેશ અંબાણી
 • આ ગુજરાતી ભાષા જેવી સરળતા બીજે ક્યાંક જો જોવા મળે તો તમે નવી શોધ કરી છે.
  –ફાધર વોલેસ
 • અમને ગુજરાતી કંપની હોવાનો ગર્વ છે.
  -મુકેશ અંબાણી
 • જ્યારે ગુજરાત વાઇબ્રેટ કરે છે ત્યારે તે લહેરો ભારત અને દુનિયામાં ફેલાય છે.
  -Tshering Tobgay, Bhutanese Prime Minister
 • આપણી ‘ગુજરાતી’ ની સરળતા અને સહજતા જ તેની ગરિમા અને અસ્મિતા છે.
  –ગુણવંતભાઈ શાહ

Shayari on gujarat state

Shayari on gujarat
 • “મારું વલણ હંમેશાં સ્પષ્ટ રહ્યું છે કે હું ગુજરાતનો છું અને ગુજરાત માટે કામ કરીશ.” ~ નરેન્દ્ર મોદી
 • ગુજરાત ખરેખર વાઇબ્રેન્ટ છે. તે હસ્તકલા,લોક સંગીત, કલા, કોસ્ચ્યુમ, ફુડ – દરેક વસ્તુમાંથી શ્રેષ્ઠ પ્રદાન કરે છે. – શ્રેયા ઘોષાલ
 • ગુજરાત વિશ્વ માટે એક સાંસ્કૃતિક ક્રોસઓવર છે, તે એક એવું રાજ્ય છે જ્યાં તકનીકી હવામાન ક્રિયાને પૂર્ણ કરે છે, જ્યાં ઉદ્યોગસાહસિકોને સ્પષ્ટ ઉર્જા મળે છે, જ્યાં યુવાનો રોજગારની તકો પૂરી કરે છે.
  -Ban Ki moon,UN secretary general.
 • મન માં હરકતું દિલમાં સદાય રહેતું મારુ ગુજરાત,
  આવો ને કોઈ દિવસ,
  સદાય સ્વાગત કરતું મારુ ગુજરાત.
  Shayari on gujarat
 • ગુજરાત સ્થાપના દિવસ દરેકને શુભકામનાઓ

 • વિશ્વને રોશન કરી ગઈ, દીપિકા ગુજરાતની,
  સૂર્ય પણ જોતો રહી ગયો,જ્યોતિકલા ગુજરાતની.

Quotes on gujarati culture

Shayari on gujarat
 • ક્રુષ્ણની દ્વારિકાને સાચવીને બેઠેલું જળ છું
  હું નરસિંહના પ્રભાતિયાથી પરિતૃપ્ત પ્રભાત છું
  વેપાર છું ,વિસ્તાર છું ,વિખ્યાત છું.
  હા હું ગુજરાત છું
  Shayari on gujarat

ઉત્તરે ઈડરીયો ગઢ ભલો ,
દખ્ખણે દરિયાની અમીરાત ,
ખમીર જેનું ખણખણે ,
એ છે મારું ધમધમતું ગુજરાત !!

શા માટે મને મારી માતૃભાષા ગુજરાતી કેમ બહુ ગમે છે !
અંગ્રેજી Apple થી શરુ થાય છે , અને zebra જાનવર બનાવીને છોડે છે અને ગુજરાતી વિશ્વની એકમાત્ર ભાષા છે જે અ – અભણ થી શરુ થાય છે અને જ્ઞ – જ્ઞાની બનાવીને છોડે છે .

Shayari on gujarat

Poem on gujarat

શું છે ભાઈ ગુજરાત?
ગુજરાતમાં શું છે?
સિંહની દહાડ,નાળિયેરીના ઝાડ,ગીરનાર પહાડ
સુરતનુ જમણ, દીવ દમણ, કચ્છનું રણ
જુનાગઢે ભવનાથ, દરિયે સોમનાથ
એનાથી આગળ દ્વારિકાનાથ
પોરબંદરની ચોપાટી, દરિયાની સપાટી
બરોડામાં કમાટી ( Shayari on gujarat)
સીદીસૈયદની જાળી,સુરતની સાડી,
રિવરફ્રન્ટની પાળી
કંડલા બંદર, કચ્છની અંદર,માતાનો મઢ સુંદર
ઈ અમદાવાદની પોળ, જેસલ તોરલ ની જોડ
નર્મદા ની દોડ અને લાલ દરવાજા ની બજાર
અંજારના ઓજાર
રોકાણમાં સોનુ અને શેર બજાર
તાલાળાની કેરી, ગામડા ની શેરી, લાલા લેરી
રાજકોટના ઘૂઘરા અને સુરત ની ઘારી
ગુજરાત ના ગાંઠીયા આખા વિશ્વ પર ભારી
ઈ સરદારનુ સ્ટેચ્યુ, ક્રિકેટનુ ગ્રાઉન્ડ,
વર્લ્ડમાં ગુજરાતી ગરબા નો સાઉન્ડ,
જેવડા મોટા દરિયા એવડા મોટા દિલ,
અમે મોજે-દરિયા ગુજરાતી, ( Shayari on gujarat)
ઊર્જાથી ભરપુર એવા અમે મોજે-દરિયા ગુજરાતી

Shayari on gujarat

ગુજરાત
તું આવકારનો ભાવ સદા ગુજરાત !
વિભુની કૃપારૂપે લહેરાય નર્મદામાત !
ભારતમાની કેડે બેસે હૈયે મૂકી હાથ ,
રત્નાકરના મોજે મોજે તારે ભરવી બાથ.
નરસૈયો જગવે છે ભીતર નિત્યનવીન પ્રભાત !
રણ રોકીને ઊભો અબ્દ વનની ચીંધે વાટ , તીર્થસલિલા . સાબર – તીરે ગાંધી બાંધે ઘાટ !
શિર સાટે નટવર વરનારા યુગવલ્લભ જન જાત ! નિત્ય નવો પુરુષાર્થ પ્રેરતા , પ્રેમ – શૌર્યમાં ખરા ,
વસે અહીં સહુ વંશ વિશ્વના ધર્મનીડ આ ધરા ,
ન તો કર્મને સીમા સ્વાર્થની એ જ કૃષ્ણની વાત !

Shayari on gujarat

Yashgatha gujarat ni

ગુજરાતની ગૌરવગાથા ( વિરલ શુક્લ )

ભારત માતાના ખોળે બેઠેલા પ્રદેશ કેરી વાત પ્રખ્યાત ગુજરાતની જણાવું છું
વાગડ,હાલાર,કચ્છ,સોરઠ,ગોહિલવાડ,ઝાલાવાડ,  નાઘેરના ગીત ગવડાવું છું.
ઉત્તર દક્ષિણ ભાલ ડાંગના પ્રદેશ રૂડા,ચરોતર દેશ અતિ વ્હાલથી વધાવું છું.
વિવિધ પ્રદેશ દિલે ધબકારા ગુજરાતી, છાતીને ફુલાવી કથા ગરવી જણાવું છું. ૧

ગંગાસતી-પાનબાઈ બેલડીએ ભેગા મળી ભજનમાં જીવન સંદેશ સંભળાવ્યો છે.
વેદ-ઉપનિષદના સાર બધા દોહી દોહી વીજળીના ચમકારે મોતીડાં પરોવ્યાં છે.
રવિ ,ભાણ, ત્રિકમ,મોરાર જેવા સંત થયાં, જીવણને નરમાંથી નારી સર્જાવ્યા છે.
એકતારો છેડી માંડે પ્રભુ હારે ગોઠ એવી વેલનાથે શબ્દ થી દત પ્રગટાવ્યા છે. ૨

લાલા અને મોતિયાનો સાથ લઈ મેકરણ રાહ ભુલ્યા હોય એને પાણી પીવડાવે છે.
કરતાલ કર ધરી નરસૈંયો ગાય જ્યારે હૂંડી પુરવાને માટે પ્રભુ ખુદ આવે છે.
ચાંગદેવ રૂપે માતા શારદા પધારી ખુદ હેમચંદ્રાચાર્ય શબ્દશાસન સુણાવે છે.
રામ અને કૃષ્ણ એની માણ કેરા તાલે રમે પ્રેમાનંદ કથારસે  સહુને ભીંજવે છે.૩

Shayari on gujarat

આપા મેપા જેવું એક ખીલ્યું’તું અજબ ફૂલ આખુંય પાંચાળ એની સુગંધથી મ્હોરે છે.
ગોરખા,રતા ને વિહામણ સંત કોળે અહીં  ઠાંગા તણાં પાણે પાણે સતસંગ ફોરે છે.
પતિયાની પીડા જેણે પોતાની કરીને કાપી સેવાનો મારગ સંત દેવીદાસ દોરે છે.
ભોજલરામ ને ગીગો દુખિયાના દુઃખ હરે ભજન ભભક બધા ગામ તણાં ચોરે છે.૪

સતસંગ વિના બીજી ખોટી કો’ પંચાત નહિ બંડીધારી બેઠા બાપ બજરંગદાસ છે.
ભજન ભોજન તણો મચે આહલેક અહીં બગદાણે ભક્તોની ભાવનાનો વાસ છે.
આવે ભગવાન એને હોંશેહોંશે નારી સોંપે ભારે પડે ભાગવું પ્રભુને વાત ખાસ છે.
પંખીડાંમાં પ્રાણ પુરે લાકડી અડાડી ખાલી, જલા નહીં અલ્લા મને દૃઢ વિશ્વાસ છે.૫

છોરુના સંતાપ એક નજરેથી ઠારી દીયે માવડી સોનલ બેઠી મઢડે મહાન તું.
જગદંબા બેઠી બધે ડુંગરે ને ઉંબરામાં બાલુડાનો સાદ સુણી ભૂલી જાય ભાન તું.
સુંવાળી જિંદગી ત્યાગી ગુરુનું શરણ લઈ સેવાના ધરમ કાજ ધરતી સુકાન તું.
અમર અજબ તારો ત્યાગ શું વખાણું આજ, પતિયાના દેહમાં ય દેખે ભગવાન તું. ૬

Shayari on gujarat

પ્રભાસમાં સોમનાથ દ્વારિકામાં જદૂપતિ સમંદર ઘૂઘવીને આરતી ઉતારે છે.
ગણ્યે ન ગણાય પાલીતાણે બેઠા જિન સંતો શેત્રુંજીએ બેઠા બેઠા ભક્તોને તારે છે.
આરાસુરે અંબાવાળી ચોટીલે ચામુંડ માત પાવાગઢવાળી કાળી બાળને ઉગારે છે.
સિદ્ધ ને સાવજ ભેળા ગિરનારે બેઠા જુઓ તુલસીના નીર ઊના પાતકને જારે છે. ૭

હાંક જેની સાંભળીને શાદુળા મારગ છાંડે ચારણની દીકરીનો આગવો અવાજ છે.
સાહસ ને પ્રેમ ભાળી કોળતો ઝવેરચંદ સોરઠની ધૂળ તો મેઘાણી માથે તાજ છે.
ભાદરના કાંઠે બેસી ચારણ-વિલાપ સુણો વેણને ખાતર અહીં રોળાયેલ રાજ છે.
વટ ને વચન વિના બીજી કોઈ વાત નહિ, મોત સાથે ખેલવાનો મોંઘેરો રીવાજ છે. ૮

Shayari on gujarat

અતિથી ભાવના ગુજરાત જેવી દોહ્યલી છે  શગાળશા શેઠ સુત ખાંડીને પીરસતા
દાતારીને માથે શગ જગડુશા શેઠ જુઓ દુકાળે ક્ષુધાર્થિના પેટ ખંતે ભરતા
દાતારી ધરમ ભેગી બાંધે તલવાર રૂડી બરવાળે ઘેલોશાહ ડગલું ન ભરતા
ઉજળા છે જીવતર નિરમળ કાચ સમા સંસારી અનેક સંતપણું રોજ જીવતા.  ૯

શુરવીર નર ચડ્યા અનેક બહારવટે,જોગી,જેસો ,વેજો,ભીમો,કાદુ પ્રખીયાત છે.
ધરમને હાટુ ખેલે ધીંગાણાં  અનેક નાથો રાયફલે રામ વાળા હાજર હયાત છે.
જોધા-મૂળુ  દેવા પાંજી દ્વારિકાના જાપ જપે ઠુંઠા હાથે વાલિયાએ કરી અખિયાત છે.
નામી ને અનામી ઘણા બહાદુર પાકીયા એ વીર નર જણનારી ધરા ગુજરાત છે. ૧૦

Shayari on gujarat

ધરા પોરબંદરે મોહન મહાન થયા ચરોતરે સરદાર જોરદાર ગાજતા.
હાંક સુણી ‘હિન્દ છોડો’ ગોરા બધા થરથર ગાંધીજીની લાકડીના ઠબકારા વાગતા.
વલ્લભના વેણે વેણે ગાદી છોડે ગાદીપતિ રજવાડા રાજ અને મોહ બધો ત્યાગતા.
આપતા સંદેશ ગાંધી સત્ય ને અહિંસા કેરો સરદાર દ્રઢ મને  ભારતને બાંધતા.  ૧૧

સેવાની મશાલ સદા ઝળહળે ગુજરાતે ડાંગમાં ઠક્કરબાપા આદિવાસી સેવતા
મમત સુધારણાની જુઓ રવિશંકરની મહારાજ માણસાઈ દીવાને પેટાવતા.
જાગતી અનેક જ્યોત સેવાની હાલાર મધ્યે જ્ઞાન વિદ્યા અન્નદાન આણદા ચલાવતા.
હૈયું ગુજરાતી પરપીડા સહે, બને નહિ; પારકી છઠ્ઠીના ઘણાં જાગતલ જાગતા. ૧૨

વડનગરે છે બેઠી તાના-રીરી બેય બે’નો દીપકનો દાહ મલ્હારથી બુજાવે છે.
છેડે જ્યાં સતાર તાર રણઝણ  કંઠ થાય કાનજી બારોટ પછી જીથરો ગજાવે છે.
હેમ જેવો સુર છેડી હેમુ દિલે હામ ધરી રેડિયોમાં દીકરીના દુઃખ સંભળાવે છે.
દિલરૂબા છેડી એણે વાદળોને રોવડાવ્યા ઓમકાર સુરતમાં મેઘ વરસાવે છે.  ૧૩

કળાયેલ મોર કચ્છી કારાણીને ઘણી ખમ્મા દુલેરાય એક લોક આતમ ઢંઢોળે છે.
દુલો બીજો કાગબાપુ રગેરગે રામાયણ દુહા છંદ ગીત છેડી વ્રેહમંડ તોળે છે.
ચિતને ચેતાવે રુડી બારમાસી ગાવે એવા નરેલા ચતુર નર શારદાને ખોળે છે.
સરસ્વતીસુત બધા રચતા રસિક ગીત અમ્મરના કૂંપા ગુજરાત માથે ઢોળે છે.  ૧૪

Shayari on gujarat

સાહસવૃત્તિના વળી કેટલા વખાણ કરું વરસોથી દરિયાના પટ્ટા સહુ ખેડે છે.
યુરોપ ,અમેરિકા ને આફ્રિકા ખંડ બધાં હાથને ફેલાવી ગુજરાતીઓને તેડે છે.
વેપારની સૂઝ એવી મળે નહીં જોડ જેની ગાથા એની દુનિયાના એક એક કેડે છે.
નીતિ નવ ચુકે ગુજરાતી વાત નક્કી સાવ લખમી રીઝાવવાને પરસેવો રેડે છે.  ૧૫

ગજાદાર છાતી ગુજરાતી રાતી આંખ્યું માતી ડગે નહિ તસુ ભલે ભૂકંપ ધણેણે છે
ધરતી ધ્રુજાવે નાનીમોટી સહુ ઈમારતો પડી જાય ધૂળમાં તો એને ફરી ચણે છે.
હરેરે ન કદી, કોઈ આફત થી ડરે નહિ, પેટ માંથી પાઠ મરદાનગીના ભણે છે.
આફત હો કોઈ, પૂર ભૂકંપ કે વાવાઝોડું, ગુજરાતી બંદા મસ્ત કોઈ ને ન ગણે છે. ૧૬

રાજકોટ આવી જુઓ કારખાના ધમાધમ, બાંધણી મજાની જામનગરે બંધાય છે.
અમદાવાદમાં થોકેથોક હાર મકાનોની તળાવ કાંકરિયાનું સુંદર સોહાય છે.
વડોદરે આવી લીલા ચેવડાની મજા લેજો ચોક્ખા ઘીની સૂરતમાં ઘારી વખણાય છે
કસબા તાલુકા ગામ બધા ગુજરાત કેરા આગવી વિશેષતા ધરાવતા જણાય છે. ૧૭

મોજ કેરી ખોજ અહીં રોજ રોજ થાતી રહે નવ-નવ રાત અહીં ગરબા રમાય છે.
ગણ્યા ન ગણાય એવા લાલ ભૂરા પતંગોથી ખીહરના દા’ડે આખું આભ ઉભરાય છે.
હોળી ને દિવાળી પર અજબ રોનક જુઓ આજકાલ ગણપતિ ખૂબ ઉજવાય છે.
આનંદ ઓચ્છવ કરે મૂકે નહીં મોકો કોઈ રંગે-ચંગે તહેવારો બધા ઉજવાય છે. ૧૮

આમ તો છે પ્રજા બધી ધરમથી જીવનારી ક્યાંક ક્યાંક ભૃણહત્યા દુષણ જણાય છે.
રસ્તામાં ઢોર અને ગંદકીના રાજ જુઓ નિયમ ટ્રાફિક તણાં ક્યાંય ના પળાય છે.
લાંચથી લાચાર લાગવગીયાનું જોર ઘણું પ્રગતી નો શ્વાસ તેથી વધારે રૂંધાય છે.
બનશે દુષણમુક્ત સાવ ગુજરાત એવા સપનાને લીધે વાત કડવી બોલાય છે. ૧૯

ગુજરાત વાત કહી હોશથી કવિત્ત છંદે ઘણી બધી વાત છતાં બાકી રહી જાય છે.
જમાવટ થાય અહીં રિદ્ધિ સિદ્ધિ સુખ કેરી લોકના કલ્યાણ માટે પ્રાર્થના ગવાય છે.
રાજકોટ બેસી કથા કહી ગુજરાત તણી પડછંદા એના નવ ખંડે પડઘાય છે.
તસુ એક ધરતીને નજર ન લાગે કદી વિરલો ધૂળમાં રમી રોજ હરખાય છે.  ૨૦


Shayari on gujarat

Jai jai garavi gujarat

યશગાથા ગુજરાતની ( રમેશ ગુપ્તા )

આજ બાપુની પુણ્યભૂમિ પર ઉગ્યું સ્વર્ણ પ્રભાત
જય ગુજરાત…., જય જય જય ગરવી ગુજરાત

જય સોમનાથ, જય દ્વારકેશ, જય બોલો વિશ્વના તાતની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશગાથા ગુજરાતની
યશગાથા ગુજરાતની, આ ગુણવંતી ગુજરાતની, જય જય ગુજરાતની…

Shayari on gujarat

ભક્ત સુદામા અને કૃષ્ણના મિત્રભાવ ભુલાય નહિં
વૈષ્ણવજન તો તેને કહીએ નરસૈયો વિસરાય નહિં
જય દત્ત દિગંબર ગિરનારી, જય બોલો કાળીકામાતની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ …

અમર ભક્ત વીરોની ભૂમિ જેના ગુણ ગાતું સંસાર
રાજાઓના તાજ મુકાવ્યા ધન્ય વીર વલ્લભ સરદાર
જય દયાનંદ જય પ્રેમાનંદ જય બોલો બહુચરામાતની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ …

દલપત નાન્હાલાલ દયાના મધુર કાવ્ય ભુલાય નહિ
મેઘાણીની શોર્ય કથાઓ અંતરથી વિસરાય નહિ
અમર કાવ્ય નર્મદના ગુંજે જય જય અંબે માતની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ …

મળ્યા તેલ ભંડાર દ્રવ્યના, ભિષ્મપિતાની બલિહારી
ધન્ય ધન્ય ગુજરાતની ભૂમિ, થયા અહીં બહુ અવતારી
જય સાબરમતી, જય મહિ ગોમતી સરસ્વતી, બોલો નર્મદામાતની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ …

Shayari on gujarat

હિંદુ મુસ્લિમ વોરા પારસી હળીમળી સૌ કાર્ય કરે
સૃષ્ટિને ખૂણે ખૂણે ગુજરાતી જન વ્યાપાર કરે
જય સહજાનંદ જય જલારામ જય મહાવીર દાતારની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ …

અમર ભક્ત બોડાણો કલાપી મહાદેવ દેસાઇ
દાદાતૈયબજી કસ્તુરબા પટેલ વિઠ્ઠલભાઇ
આજ અંજલી અમર શહીદોને અર્પો ગુજરાતની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ …

શ્રમ પર શ્રમ કરનારા માનવની આ ધરતી ન્યારી
સત્ય શાંતિ અને અહિંસાના મંત્રો દેનારી
શ્રમ સેવાની કરો પ્રતિગ્ના ઉગી ઉષા વિરાટની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ …

Thanks for reading Shayari on gujarat post.

Follow our sharechat Account : ILOVESHAYRI.COM

આ પણ જુઓ

GUJARATI SHAYARI

GUJARATI STATUS

101+ प्यार बढ़ाने वाली शायरी

77+ Love quotes in gujarati | નિ:શબ્દ પ્રેમ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *